Posts or Comments 07 January 2009

મારાં હાઈકુ shama | 27 Aug 2007 09:17 pm

મારાં હાઈકુ,મારાં વ્હાલાં

હાઈકુ - ૧

ટપકે આંસું,
બને દરિયો ખારો-
મને ના ગમે.

હું લખ્યા કરું,
તમે છુપાવ્યા કરો-
એ થોડું ચાલે?

તારી ઝુલ્ફોં
કાળું વાદળ,તારો
ચહેરો ચાંદ.

આંખે બાવળ,
હૈયે ઉઝરડાં, એ
ઉગાડી ગયો!

ઉર્મિતોફાન-
હૈયાનો કાંઠો તોડી,
ઉમટી પડ્યું.

મારી હેતનું
નાજુક ફુલ, તારું
હૈયું પથ્થર!

નયન દ્વારે
આંસું વહેતાં,એ છે
કેવો નિર્લજ્જ.

પ્રેમનું બીજ
વાવી, મેં પાક લણ્યો
બેવફાઈનો.

દીપ્તિ પટેલ ‘શમા’, ૨૩ ઑગષ્ટ ૨૦૦૭

3 Responses to “મારાં હાઈકુ,મારાં વ્હાલાં”

  1. on 30 Aug 2007 at 6:47 pm 1.Vishal Monpara said …

    ખુબ જ સરસ અભિવ્યક્તિ છે.

  2. on 02 Sep 2007 at 1:39 pm 2.pravinkatariya said …

    ખુબજ સરસ હાઈકુઓ લખ્યા છે…ઓછા શબ્દોમાં ઘણુબધુ કહી જાય છે..!

  3. on 12 Oct 2007 at 5:26 pm 3.naman said …

    તમારા હાઇકુ મને બહુ ગમે છે …

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply