Posts or Comments 07 January 2009

મારાં તહેવારો shama | 29 Aug 2007 02:58 pm

‘રાખી-ફક્ત તારા જ માટે’

આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે,
સજાવીશ ‘રાખી’ની થાળી ઉમંગે-ઉમંગે.

મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા;
કહીશ - આપણે ક્યાં છે અંતરથી નોખાં?

આજે ‘રાખી’,છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;
જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો?

રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે;
આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે.

૩ જુન, ૨૦૦૨ - કેનેડા આવતાં પહેલાં -

યાદ છે બાંધી’તી રાખડી,ને ખવડાવી’તી થોડી મિઠાઈ;
કેવી ભરાઈ હતી આંખડી ,ને પછી લીધી’તી વસમી વિદાય.

યાદ કરું તો ઉમટે છે આંખમાં આંસુનો દરિયો,
પણ હવે તો હું  જ મુસાફર ને  હું જ  ખેવૈયો!

જાતે જ ખોબલો ભરું મોતીનો, ને જાતે જ લુછી લઉ મારાં આંસુ,
શી ખબર ‘શમા’, આવતી સાલ ફરી વહાવવા પડે આ આંસુ.

દીપ્તિ પટેલ ‘શમા’,૨૮ ઑગષ્ટ ૨૦૦૭-’રક્ષાબંધન’

4 Responses to “‘રાખી-ફક્ત તારા જ માટે’”

  1. on 02 Sep 2007 at 1:40 pm 1.pravinkatariya said …

    એક ભાઈ માટેની સાચ્ચી લાગણીઓને સરસ રીતે શબ્દોમાં વર્ણ્વી છે…!!!

    ખુબજ સરસ…!!!

  2. on 03 Sep 2007 at 8:33 pm 2.kapil dave said …

    વાહ શમા જી

    તમારી શબ્દ શક્તિ કાતિલ છે

  3. on 07 Sep 2007 at 3:32 pm 3.chetu said …

    એક્દમ હ્રદય સ્પર્શી પંક્તિઓ છે… keep it up..!

  4. on 19 Sep 2007 at 9:12 am 4.aaditya said …

    you write really a great.

    i like your poem.

    i read ur poem and such very nice that…………….

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply