મારાં હાઈકુ shama | 06 Sep 2007 10:12 pm
હાઈકુ-2
ફૂલની રક્ષા
કંટકો કરતાં, એને
બધાં વગોવે.
કેટલું મારા
મનને સમજાવું?
મારું ના થતું!
રણ શબ્દોનું
અફાટ, હું તો તેમાં
ચાલ્યા જ કરું!
બધી વાતોનાં
સરવૈયાં? જિંદગી
ગણિત નથી!
ચાર અક્ષર
લખ્યા એટલે હાઈકુ?
શું તમે પણ?
માદક પ્રેમ,
એથી માદક પ્રેમી,
એથી વધું શું?
on 10 Sep 2007 at 9:27 pm 1.સુરેશ જાની said …
ફૂલની રક્ષા
કંટકો કરતાં, એને
બધાં વગોવે.
આ હાઈકુ બહુ જ ગમ્યું. નવો નક્કોર વીચાર. પરંપરાથી વીરુદ્ધ .
બધી વાતોનાં
સરવૈયાં? જિંદગી
ગણિત નથી!
આ પણ સરસ છે - પણ ચીલા ચાલુ
ચાર અક્ષર
લખ્યા એટલે હાઈકુ?
શું તમે પણ?
આમાં શું અભીપ્રેત છે,તે ન સમજાયું.
સારા હાઈકુ લખવા બહુ જ મુશ્કેલ હોય છે. તારી હથોટી આમાં સારી બેસેલી છે.