Posts or Comments 16 March 2010

મારાં હાઈકુ shama | 11 Sep 2007 08:31 pm

હાઈકુ – ૩

સમય સરે;
રેશમી રેતી સમો,
વેડફવો ના.

વૃંદાવન છે
દિલ મારું, તું કાનો
કામણગારો!

શબ્દપ્રવાહ-
લાગણીને કિનારે,
ધસમસતો !

રચ્યું જેને મેં
‘હાઈકુ’ કહી,મારે
હૈયે વળગ્યું !

કવિ રમતા
શબ્દોની રમતે,હું
જોઈ રહેતી!

ટવીન ટાવર્સ,
ઘૃણાસ્પદ ઘટના,
માનવતા ક્યાં?

હજારો મરે;
હું જિંદગી જીવું છું,
લાચારપણે !

દીપ્તિ પટેલ ‘શમા’, ૧૧મી સપ્ટેમ્બર , ૨૦૦૭

One Response to “હાઈકુ – ૩”

  1. on 11 Sep 2007 at 8:39 pm 1.સુરેશ જાની said …

    સમય સરે;
    રેશમી રેતી સમો,
    વેડફવો ના.

    મારો જીવન સંદેશ – આ પળમાં જીવો, એ પાછી નહીં આવે.

    હજારો મરે;
    હું જિંદગી જીવું છું,
    લાચારપણે !

    આ પણ બહુ જ ગમ્યું.લાચાર બની જીવવું એ કાંઈ જીવવું છે?

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply