Posts or Comments 08 January 2009

મારી કવિતા.. shama | 10 Oct 2007 05:05 pm

ઓ દરિયા…

ઓ દરિયા…

સારું હતું કે મારાં અશ્રુઓ પણ ખારાં હતાં,
નહીં તો એટલી હતી તાદાત કે -
તું પણ મીઠો થઈ જાત…ઓ દરિયા.

મને શું ખબર કે,તું જલે છે મારી પ્રીતથી,
તું મિટાવતો જશે તારી લહેરથી,
નહીં તો રેતી પર નામ ‘એ’નું લખત નહીં…ઓ દરિયા.

સારું હતું કે તને નહોતી ખબર -
પ્રીતમને પામવા દોડી જવામાં કેવી છે ધન્યતા!
નહીં તો આવતા જનમમાં -
તું પણ નદી થઈ જાત…ઓ દરિયા.

પ્રેમમાં હંમેશા છૂટ નહીં,થોડું બંધન અનિવાર્ય છે.
સારું છે તને ય ખબર છે;માન-મર્યાદા શું છે?
નહીં તો માઝા મૂકીને -
તું પણ ધરતીને ધમરોળ કરી દેત…ઓ દરિયા.

કાશ,મને ખબર હોત કે
તને પણ પ્રિય છે મિલન - વિરહ નહીં,
ક્ષિતિજ પરના ધરતી-આકાશના મિલનનો -
તને એકલા ને જ સાક્ષી બનાવત હું…ઓ દરિયા.
દીપ્તિ પટેલ ‘શમા’, ૧૦ ઓક્ટોબર ૨૦૦૭

4 Responses to “ઓ દરિયા…”

  1. on 11 Oct 2007 at 6:17 am 1.Ketan Shah said …

    પ્રેમમાં હંમેશા છૂટ નહીં,થોડું બંધન અનિવાર્ય છે.
    સારું છે તને ય ખબર છે;માન-મર્યાદા શું છે?
    નહીં તો માઝા મૂકીને -
    તું પણ ધરતીને ધમરોળ કરી દેત…ઓ દરિયા.

    ખરેખર અદ્બભુત રચના છે.

    કેતન

  2. on 12 Oct 2007 at 5:43 pm 2.naman said …

    ઓહ દીપ્તિજી ખરેખર ખૂબજ સરસ રચના છે, બહુ જ સરસ લખ્યુ છે…

  3. on 12 Oct 2007 at 7:11 pm 3.Pinki said …

    soooooo nicely expressed……!!

  4. on 26 Oct 2007 at 8:55 pm 4.chetu said …

    એક્દમ સરસ …!

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply