Posts or Comments 21 November 2008

Archive for "મુક્ત પંક્તિઓ"



મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007

જરુર ક્યાં હતી?

‘કેમ છો’ પૂછીને કાળજે કટાર ભોંકવાની જરુર ક્યાં હતી?

મારી લાશને તો કાંધો આપવાના નહોતા તમે,
અમથા ‘ક્યા રસ્તેથી લઈ જશે’, પૂછવાની શું જરુર  હતી?
 
દીપ્તિ પટેલ ‘શમા’,૫ ઓક્ટોબર, ૨૦૦૭

મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007

હવે…?

કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં ?

હવે હું ‘ડ્રાઈવ’ કઈ રીતે કરું?

કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં પણ
તારો ચહેરો જ નજર આવે છે !!!

દીપ્તિ પટેલ ‘શમા’ ૫ ઓક્ટોબર, ૨૦૦૭

મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007

અમારી નાદાની…

પોતાની બેવફાઈને ખૂબસુરત બહાના હેઠળ ઢાંકતા રહ્યા એ,
અને અમે એવા નાદાન કે અમારી વફા પણ પૂરવાર ના કરી શક્યાં !

દીપ્તિ પટેલ ‘શમા’  ૨ ઓક્ટોબર, ૨૦૦૭

મુક્ત પંક્તિઓ shama | 10 Oct 2007

‘બેવફાઈના દર્દ’થી …

હા, રોજ સવારે સુરજમુખીની જેમ ખીલું છું હું,
અને રોજ સાંજે સુરજમુખીની જેમ કરમાઈ જાઉં છું હું.

કદાચ મારી ભુલ હતી કે -
તને સુરજ માની લીધો હતો મેં.

દીપ્તિ પટેલ ‘શમા’,૨૬ સપ્ટેમ્બર  ૨૦૦૭